વરસાદમાં રસ્તા ધોવાયા બે ત્રણ ફુટના ખાડામાં વરસાદી પાણીથી અકસ્માતનો ભય
રસ્તા રીપેરમાં પાલિકા અને આરએન્ડી વચ્ચે હદના વાદવિવાદમાં લોકો હેરાન થઇ રહ્યા છે
થાનગઢમાં સીરામીક ઉધોગ થકી કરોડોના ટેક્ષ થકી સરકારને આવક રળી આપે છે.પરંતુ સારા રસ્તાજેવી પ્રાથમિક સુવિધાના અભાવને કારણે રહીશો અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે.રસ્તા અંગે સીરામીક એસોસીએશને રજુઆત છતા યોગ્ય ન થતા રોષની લાગણી ફેલાઇ છે.
થાનગઢમાં 300 થી વધારે સિરામિક ઉદ્યોગ આવેલા છે દર વર્ષે 100 કરોડથી પણ વધારે જીએસટી ભરવામાં આવે છે દર વર્ષે આઠ થી દસ કરોડ રૂપિયા નગરપાલિકાને વેરો ભરવામાં આવી રહ્યો છે.પરંતુ પ્રાથમિક સુવિધાના અભાવે લોકોને હેરાનગતી સામનો કરવો પડે છે.હાલ વરસાદમાં અનેક રસ્તાઓ ધોવાઇ જતા અને તેમાં બે ત્રણ ફૂટના ખાડા પડી ગયા છે.જેમાં પાણીને લઇ અકસ્માતનો ભય રહે છે. આઅંગે થાનગઢ ટ્રાન્સપોર્ટ એસોસીએશનપ્રમુખ બાપાલાલ ઝાલા, પંચાલ સીરામીક એસોસિયેશન પ્રમુખ સુરેશભાઇ સોમપુરા, શાંતીલાલ પટેલ, પ્રભુદાસ પ્રજાપતિએ જણવ્યુ કે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને રજૂઆત કરાતા નવી કરણ માટે મુખ્યમંત્રીએ થાન ચોટીલા વચ્ચે રસ્તા રીપેરીંગ માટે રૂપિયા 45 લાખ રૂપિયા મંજુર કર્યા હતા. આરએનડી ના ભ્રષ્ટાચાર અધિકારી દ્વારા ચોટીલા થી ચાલુ કરેલ થાનગઢ બાયપાસ માં આવેલ ગેડ પાસે કામ બંધ કરી દેવામાં આવે ગેટ પછી ધોળેશ્વર ફાટક સુધીનો બે કિલોમીટર રસ્તાની અંદર કામ બંધ કરી આરએનડી અમારી હદ પૂરી થઈ ગઈ છે. ગેટ પાસેની થાનગઢ નગરપાલિકાની હદ આવેલી છે.આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે વાત કરતા આ રોડ અમારામાં આવતો નથી આ રોડ આરએનડીમાં આવે છે.
આમ એક બીજાને ખો આપવાને લઇ લોકો પરેશાન થઇ રહ્યા છે.અહીં સીરામીકના 300થી વધુ મોટી ગાડી, 200થી વધુ ફોર વીલ,10,000 થી પણ વધારે નાનામોટા વાહનોની અવર જવર હોય છે.જેથી અકસમાત થાય તો જવાબદારી કોની આ રસ્તો રીપેરીંગ કરવાનું છેલ્લા ત્રણ વર્ષ વધારે સમયથી રજૂઆત કરવામાં આવી રહી છે પણ અંધેરી નગરી ગંડુ રાજા જેવું શાસન ચાલી રહ્યું છે. ચોટીલા થી થાન ગેટ સુધીના આરએમડી દ્વારા 45 લાખ રૂપિયાથી પણ વધારે 500 થી વધારે ખાડા બુરવામાં આવ્યા તેની ભ્રષ્ટાચારની તપાસ થવી જોઇએ.થાન વિશ્વમાં પ્રખ્યાત હોવાથી વિદેશથી મહેમાન આવતા હોય છે જેથી દેશની છાપ ખરાબ પડે છે.આથી પાલિકાને આર એમ ડી વાળાને વચ્ચેનો વાદવિવાદમાં લોકો હેરાન થઇ રહ્યા છે.