સુરેન્દ્રનગર વિજળીયાના 70થી વધુ પદયાત્રીઓને ખોરાકી ઝેરની અસર થતાં શ્રધ્ધાળુઓને હોસ્પિટલ ખસેડાયા.

સુરેન્દ્રનગર વિજળીયાના 70થી વધુ પદયાત્રીઓને ખોરાકી ઝેરની અસર થતાં શ્રધ્ધાળુઓને હોસ્પિટલ ખસેડાયા.

સુરેન્દ્રનગરથી દ્રારકા પગપાળા જતા સંઘના 80 યાત્રીકોને ફૂડ પોઇઝનિંગની અસર થતા દોડધામ મચી છે. સંઘમાં યાત્રિકોએ જાતે જ ભોજન બનાવી ખાતા તબિયત અચાનક બગડી હતી. તમામને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. જો કે હાલ તમામની તબિયત સુધારા પર છે. શ્રદ્ધાળુઓની તબિયત સુધારા પર સુરેન્દ્રનગરના વિજળીયા ગામથી 100 માણસોનો સંઘ ચાલીને દ્વારકા જવા નીકળ્યો હતો તેઓ ખંભાળીયા પાસે પહોચ્યો હતો.
જ્યા રાત્રી રોકાણ કર્યુ હતું અને જાતે રસોડુ બનાવી યાત્રીકો જમ્યા હતા. રાત્રે યાત્રીકોને ફૂડ પોઇઝનીગની અસર થઇ હતી. ત્યારબાગદ 80 જેટલા લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થતા તાત્કાલિક એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. જેમાં યાત્રીકોને બેસાડીને ખંભાળિયા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ તમામ શ્રદ્ધાળુઓની તબીયાત સુધારા પર હોવાનું તબીબે જણાવ્યુ હતુ. સંઘ દ્વારા પોતેજ રસોડું બનાવી જમવાનું બનાવેલ હોવાની વિગત આવી છે. હાલ તમામ લોકો ખંભાળિયા સિવિલમાં સારાવાર હેઠળ છે જેમની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યુ છે.

Post a Comment

0Comments
Post a Comment (0)