વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે ઘરની અંદર ભૂગર્ભ પાણીના ટાકા બનાવાયા જેની અંદર 12000 થી 15000 લીટર પાણીનો સંગ્રહ કરવામાં આવે છે
આજે 22 માર્ચ વિશ્વ જળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે લોકો જળ એજ જીવનના સૂત્રને સાર્થક કરવા માટે સરકાર દ્વારા લોકોને અપીલ કરવામાં આવે છે સાથે પાણીનો વપરાશ ઓછો થાય અને જળ બચાવવા માટે અપીલ પણ કરતા હોય છે.ત્યારે ધ્રાંગધ્રા માં ગોકુલ સોસાયટીમાં રહેતા લોકોએ ઘરની અંદર રહેતા પરિવાર દ્વારા છેલ્લા 16 વર્ષથી વરસાદીના પાણીનો સંગ્રહ કરીને તે જ પાણીનો પીવામાં ઉપયોગ કરવામાં આવે છે. અને તેમને કોઈ દિવસ પીવાના પાણીની તકલીફ પડતી નથી તેમજ પાણી જન્ય રોગ જેવા કે સાંધાના દુખાવા પથરી,જેવા રોગ પણ થતા નથી. અને બહારથી પીવા માટે પાણી પણ લાવવું પડતું નથી. સોસાયટીમાં રહેતા બધા ઘરની અંદર 12000 થી 15000 હજાર લીટર વરસાદી પાણીનો સંગ્રહ કરી શકે તે માટે અન્ડર ગ્રાઉન્ડ પાણીના ટાકા કરવામાં આવ્યા છે. જેમાં વરસાદની સીઝનમાં ધાબા ઉપર પડેલ વરસાદનું પાણી ડાયરેક્ટ પાઇપ દ્વારા અન્ડર ગ્રાઉન્ડ ટાકામાં સંગ્રહ થાય અને જરૂર હોય ત્યારે તે પાણી વાપરી શકે છે લોકો પણ આવી રીતે પાણી બચાવી શકે છે. અને પોતે વાપરી શકે તે માટેની અપીલ પણ કરવામાં આવી હતી. સોસાયટીના રહીશોએ પોતાના મકાનની અંદર બે પાઇપ લાઇન મુકેલ છે જેમાં વરસાદની સીઝનમાં પહેલા વરસાદે ધાબુ ધોઈ પહેલી પાઇપ લાઇન દ્વારા સાફ કર્યા બાદ બીજી પાઇપ લાઇન દ્વારા વરસાદી પાણી સીધું ભુગર્ભ પાણીના ટાકામાં તે પાણીનો સંગ્રહ કરે છે જે આખું વર્ષ ચાલે છે આ સોસાયટીમાં રહેતા લોકો જેવું કાર્ય બીજા લોકો પણ જળ એજ જીવનના સૂત્ર સાર્થક કરે તે જરૂરી છે થઈ શકે અને આપણા ગામમાં કે રાજ્યમાં પાણી નો દુષ્કાળ પડે નહીં લોકો બીજા ને રાહ ચીંધે અને બીજા લોકો પણ વરસાદી પાણી નો સદ ઉપયોગ કરે તો બારે માસ લીલાલહેર રહે અને ગામ અને રાજ્યમાં પાણી ની સમસ્યા કાયમી હલ થઈ શકે.